Friday, May 29, 2009

સોફ્ટવેર એન્જિનિયર્સને લાગુ પડતી કે સંબંધિત કહેવતો: (Gujarati Stuff for Software Engineer)


Share |

- કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય).

- જેવો પ્રોજેક્ટ, તેવો કોડ (જેવો દેશ, તેવો વેશ).

- પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપે).

- QA ને માથે કોડ (ગાંડીને માથે બેડું).

- પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા).

- કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?).

- એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી).

- ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).

- સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાં, એક દાડો વહુનો).
પ્રોજેક્ટ ક્રેશનો ભોગ બનેલો કોમેન્ટ્સનું પણ બેકઅપ લે.
(દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે.)

એક્સેપ્શન કાઢતા બગ પેઠો.
(બકરુ કાઢતા ઉંટ પેઠુ)

ડેસ્કટોપ પર ફાઇલ ને સર્ચએન્જિનમાં શોધાશોધ.
(કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરો…પ્રેરણા - જુ.કિ. દાદા)

ઝાઝા પ્રોગ્રામર કોડ બગાડે.
(ઝાઝા રસોઇયા રસોઇ બગાડે)

Share |

No comments yet